STORYMIRROR

Dr Sejal Desai

Drama

4  

Dr Sejal Desai

Drama

શતરંજનો ખેલ જીંદગી

શતરંજનો ખેલ જીંદગી

1 min
441

શતરંજનો ખેલ જીંદગી ભર ચાલતો, તે નિહાળું જો,

અરે!માનવી જે કયા ઇશારે રે નાચતો, તે નિહાળું જો,


કે વિચાર મંથનમાં સદા નવનીત આમ જે મળ્યું જો,

રે જીવન મહીં એ એના વિચારે શે ભાગતો , તે નિહાળું જો,


જે મળ્યો અહીં એક દાવ તો રમતાં નહીં જેને થાક કાં ?

એક દાવ જો પ્રભુ પાસેથી હજુ માંગતો, તે નિહાળું જો,


કે બનાવટી ભ્રમણા થકી એમ છોને આશિષ માંગતો,

દુનિયા મહીં પ્રભુ ભક્તિનો ખેલ માણતો, તે નિહાળું જો,


બને પ્યાદું આમ તું કોઈ ની રમતોનું શાને જીવન મહીં?

ખેલ બાજી જો પ્રયત્નો થકી તું સદા 'સહજ', તે નિહાળું જો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama