STORYMIRROR

Jayshree Soni

Drama

3  

Jayshree Soni

Drama

શરૂઆત છે

શરૂઆત છે

1 min
345

શરૂઆતમાં અંત છે, અંતમાં શરૂઆત છે,

જાણી લે જીવન, હજી તો શરૂઆત છે,


ગોળાઇ વાળું જીવન, ભાડાનું આ ખોળિયું,

ખૂણે ખાંચરે ભટકમાં, હજી તો શરૂઆત છે,


પ્રેમ તણો ઓક્સીજન ભરી લે,

અંતે તો કાર્બનડાયોકસાઇડ, હજી તો શરૂઆત છે,


ખબર નથી જિંદગીની બેવફાઇ,

માણી લે ભરપૂર, હજી તો શરૂઆત છે,


કફનમાં ખિસ્સા નથી હોતા,

ગુમાવ્યાનો તું રંજ ના કર, હજી તો શરૂઆત છે,


સારા નરસાનું કર સ્વાગત, 'જયશ્રી',

અંતે તો વિદાય વેળા જ, હજી તો શરૂઆત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama