શરણું શ્રીજીનું
શરણું શ્રીજીનું
શોધો તો શરણું શ્રીજીનું શોધજો આઠે પહોરનાં અજવાળાં જી રે
ઊગતા પહોરે વ્હાલાં પ્રભાતિયાં વૃંદાવન વાટે મધુ વેણુ જી રે
થાશે બપોરે ને ભાવની મિસરી રાજીપો લાલજી રળનારા જી રે
યમુનાજીના વ્હાલ ચરણ પખાળે રાધારાણી ભક્તિનાં ભાથાં જી રે
ગોધૂળી વેળા ને ઘરનાં આંગણિયાં ઢાળશું ઢોલિયા સુખના જી રે
ભોળા તે મનના અમે માધવજીનહીં ભૂલવા દઈએ ગોકુળ જી રે.
