STORYMIRROR

Jyotin Choksey

Inspirational

3  

Jyotin Choksey

Inspirational

શ્રી રામકૃષ્ણ

શ્રી રામકૃષ્ણ

1 min
199

મેળવવો હોય કૃષ્ણ

કરીશ નહીં કોઈ પ્રશ્ન,

હશે શ્રદ્ધા તો જશે તરી

નહીં તો જશે જિંદગી સરી,

કરીશ જો બંદગી ખરી

જોશે તું એને આંખે નરી,

પછી રહેશે નહીં કોઈ પ્રશ્ન

મળી જશે તને તારો કૃષ્ણ,


મળી જશે તને તારો રામ,

છોડી દે તું ક્રોધ ને કામ,

વહી જશે તારી જિંદગી આમ ને આમ,

પીધા કરીશ તું ઝેર જો સમજીને જામ,

રહેતો સેજે સેજે તું રામનામ,

કદી ન થઈશ બદનામ,

ભલે રમી જાય તારા રામ,

યાદ કરશે તને આખું ગામ,


એને મળે રામ અને કૃષ્ણ,

જેણે મેળવ્યા પરમહંસ શ્રી રામકૃષ્ણ,

વાંચજે ઠાકુર તણું કથામૃત નિત,

પામશે જીવન જીવવાની રીત,

ન કરીશ નિંદા કરજે સદા પ્રીત,

પ્રેમની થાય છે સદા જીત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational