STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

શરદપૂનમની રાત

શરદપૂનમની રાત

1 min
498

કેટલાયે પ્રસંગોની યાદ અપાવે શરદપૂનમની રાત, પ્રેમીજનોને વળી બહુ તડપાવે શરદપૂનમની રાત,


વૃંદાવનમાં ગોપી સંગ નાચે કેવો નટખટ નંદ કિશોર,

રાધારાણી કાન્હા સંગ રાસ રચાવે શરદપૂનમની રાત,


આકાશે જાણે આજ ઉત્સવ અનેરો ઝગમગતી છે રાત, ગાંડોતુર થઇ સમંદર એની હદ વટાવે શરદપૂનમની રાત,


કેવો કેફ છે આ ચાંદની રાતનો કવિઓને પૂછી જુઓ, રદીફ કાફિયાને પુર્ણ ગઝલમાં સજાવે શરદપૂનમની રાત,


આજે પૂર્ણરૂપે ખીલ્યો છે ચાંદ નભમાં જુઓ ધ્યાનથી, અંધકાર પછી ઉજાસ, મર્મ સમજાવે શરદપૂનમની રાત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational