શ્રદ્ધા
શ્રદ્ધા
હૈયામાં રાખજે હામ આ દિવસો
પણ જતાં રહેશે......
તારા દિલમાં શ્રદ્ધાનો દિપક જલાવીને રાખજે.......
દુઃખની આ ઘડી પણ ચાલી જશે બસ ઢીલો ન પડજે......
સુખ દુઃખ તો છે જીવનનાં એક ભાગ હવે સમજજે.......
આંખોમાં છબી તારા ઈષ્ટદેવની અને વિશ્વાસ રાખજે.......
મસીહા ન બનો તો કંઈ નહીં બસ એક સાચો માનવ બનજે.......
કરૂણા, દયા, હેતની સરવાણી અવિરત વહેતી રાખજે.......
દુઃખનાં દા'ડા તો જતાં રહેશે હિંમત ના હારતો.
