STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

શ્રાવણ માસ

શ્રાવણ માસ

1 min
448

અનુપમ કિર્તી મહાદેવ તમારી દશે દિશામાં ઝળકે છે, 

આવ્યો પવિત્ર શ્રાવણ માસ ભક્તિનો મહિમા લાવ્યો છે. 


પૂર્વજન્મના સંબંધે શ્વાસોમાં એ ભક્તિ ભરી છે, 

અલૌકિક ભક્તિ કરવી મારે ભોળા શંભુ એ ભાવના છે. 


અંગેઅંગ ભક્તિ તમારી ભરી દિલથી તરબતર છે,

દેવના દેવ મહાદેવ સાથે હોય ભક્તોના દુઃખ દૂર કર્યા છે. 


જિંદગી જેમ જેમ આગળ વધે છે શ્રધ્ધા ખૂબ વધે છે,

ઓ ભોળા શંભુ તમારી ભકિત ગાઢ બનતી જાય છે.


કરુણા વહે છે ભક્તોની સુખની કામના આંખોમાં છે, વિશ્વાસ રાખીને શરણે આવે એનો બેડો પાર છે. 


રાખી ભક્તિ મહાદેવ ને આશ એક દર્શનની જ છે,

શ્રાવણ માસમાં સૌની મનોકામના પૂર્ણ કરજો એ વિંનતી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational