શ્રાવણ માસ
શ્રાવણ માસ
અનપમ કિર્તી મહાદેવ તમારી દશે દિશામાં ઝળકે છે,
આવ્યો પવિત્ર શ્રાવણ માસ ભક્તિનો મહિમા લાવ્યો છે.
પૂર્વજન્મના સંબંધે શ્વાસોમાં એ ભક્તિ ભરી છે,
અલૌકિક ભક્તિ કરવી મારે ભોળા શંભુ એ ભાવના છે.
અંગેઅંગ ભક્તિ તમારી ભરી દિલથી તરબતર છે,
દેવના દેવ મહાદેવ સાથે હોય ભક્તોના દુઃખ દૂર કર્યા છે.
જિંદગી જેમ જેમ આગળ વધે છે શ્રધ્ધા ખૂબ વધે છે,
ઓ ભોળા શંભુ તમારી ભકિત ગાઢ બનતી જાય છે.
કરુણા વહે છે ભક્તોની સુખની કામના આંખોમાં છે,
વિશ્વાસ રાખીને શરણે આવે એનો બેડો પાર છે.
રાખી ભક્તિ મહાદેવને આશ એક દર્શનની જ છે,
શ્રાવણ માસમાં સૌની મનોકામના પૂર્ણ કરજો એ વિંનતી છે.
