શ્રાદ્ધ - હાઈકુ
શ્રાદ્ધ - હાઈકુ
હસ્યાં કાગડાં
જીવતાં માબાપનો
ભાગ ઝાપટ્યો
બચ્ચા ખાઈને
રાજી થશે કોઈના
પિતૃનું શ્રાદ્ધ
મા બાપે કેમ
છત પર આવીને
કાગડાં રૂપે
શ્રાદ્ધ ખાવાનું
જીવતે જીવ કશું
આપ્યું નહોતું?
શ્રાદ્ધ નાખતાં
પિતૃની ઋણ મુક્તિ
માટે બાળકો
કાગનાં બચ્ચા
મોજ મસ્તી કરતાં
શ્રાદ્ધ ખાઈને
હસતાં રાખો
જીવતાં માબાપને
એ શ્રાદ્ધ મોટું
તમારે પણ
માબાપ બનવાનું
તે યાદ રાખી
જીવતાં કરો
શ્રાદ્ધ પિતૃનું તમે
ખુશ રાખીને.
