Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Patel ***નેહ***

Tragedy Children

4  

Neha Patel ***નેહ***

Tragedy Children

શોધું છું આજ

શોધું છું આજ

1 min
295


આજ ગોતી રહી છું કશુંક,

ગોતું છું, મારા સુના ઓરડાની કલબલાટભરી રોનક !

શું એ ઘેલુડા પંખીઓ આવશે ફરી મુજ માળામાં !


આજ ભૂૂૂંસી રહી છું કોરુ પાટીયું !

ગોતું છું, મારા કોરા કાળા પાટિયાની શબ્દવણઝાર !

શું આડાઅવળા અક્ષરોથી ભરાશે ફરી મુજ પાટીયું ?


આજ રમું છું, એકલી એકલી સંતાકુકડી !

ગોતું છું, ખેલમાં અદ્રશ્ય છૂપાયેલ પડછાયાઓનેે !    

શું એ અદ્રશ્ય પડછાયાઓનો સાચે જ કરી શકીશ ફરી હું થપ્પો ?


રાજ ડૂૂૂબી રહી છું આ શૂન્યાવકાશમાં,

સાંભળું છું મારા ઓરડાની આ નક્કર લાદીઓનો પડઘમ !

શું એ હૂંફાળી પગરવી ઠેસ આ લાદીઓને ફરી અથડાશે ? 


હાજ વિહરુું છું, મૃગજળી શૈક્ષણિક પ્રવાસમાં !

શોધું છું મારા બાલુડાનો મસ્તીભર્યો સંંગાથ !

શું એ મસ્તી સાથે નીત-નવા જ્ઞાનનો શૈક્ષણિક પ્રવાસ ફરી થશે ?


આજ પડી હું મોટી વિમાસણમાં,

જોઉં છું વાટ આ મૃત બનેલ શાળાનાં ધબકારની !

શું એ ધબકાર શાળાને ફરી જીવંત બનાવશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy