STORYMIRROR

Rohit Kapadia

Drama

3  

Rohit Kapadia

Drama

શોધી લઉં જરા

શોધી લઉં જરા

1 min
483

શોરમાં તો ના મળ્યો, શાંતિમાં શોધી લઉં જરા, 

ભીડમાં તો ના મળ્યો, એકાંતમાં શોધી લઉં જરા. 


શબ્દોમાં તો ના મળ્યો, નિ:શબ્દમાં શોધી લઉં જરા, 

બોલમાં તો ના મળ્યો, મૌનમાં શોધી લઉં જરા, 


ક્રિયામાં તો ના મળ્યો, નિષ્ક્રિયતામાં શોધી લઉં જરા, 

જાગતા તો ના મળ્યો, ધ્યાનમાં શોધી લઉં જરા. 


ચાલતાં તો ના મળ્યો, વિશ્રામમાં શોધી લઉં જરા, 

વિચારમાં તો ના મળ્યો, નિર્વિચારતામાં શોધી લઉં જરા. 


પ્રશ્ર્નમાં તો ના મળ્યો, પૂર્ણવિરામમાં શોધી લઉં જરા, 

બાહર તો ના મળ્યો, ભીતરમાં શોધી લઉં જરા. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama