શોધ
શોધ
જરુરિયાતની બુનિયાદે શોધ થઈ હશે જગતમાં,
સ્વથી સર્વ સુધી એની સફર રહી હશે જગતમાં,
સ્વાર્થથી શરુ થઈ પરમાર્થ સુધીનો વ્યાપ એનો,
અસુવિધાને ટાળવા શોધ જન્મી હશે જગતમાં,
ક્યાંક બંદા થૈ દ્રઢ થઈ ઇશ આરાધના કરનારાઓ,
ઉરતણા અંતરવલોણે ખોજ આવી હશે જગતમાં,
અથથી ઈતિ સુધીનો ક્રમ રહ્યો આખરે પામવાનો,
પુરુષાર્થના ભગીરથ બળે એ પ્રગટી હશે જગતમાં,
ધરી નામ શોધકનું છાતી ગજગજ ફૂલાવતી હશે,
"બહુજન હિતાય" ઉપયોગી કેવી રહી હશે જગતમાં.