STORYMIRROR

Vipul Borisa

Tragedy

3  

Vipul Borisa

Tragedy

સહનશીલતા

સહનશીલતા

1 min
450


લાગે છે મને, ઈશ્વરે તને, મારાં નામની સોપારી આપી લાગે છે.

"એ રીબાઇ ને જ મરવો જોઈએ",એવી જવાબદારી આપી લાગે છે.


તારે ક્યાંય જવાની જરૂર નથી,એ સામેથી જ આવશે.

ખબર નહી નજરમાં કોઈ હોશિયારી આપી લાગે છે.


આ ગુનાહમાં વાંક તારો કદીય નહી આવે.

આક્ષેપો કરવાની તો પદવી બહુ ભારી આપી લાગે છે.


છોડવાનું કારણ તો નિશ્ચિત જ હતું તમારુ.

તોય ખૂબી સહજ સમજાવાની બહુ સારી આપી લાગે છે.


તમે છોડો કે નિભાવો એ બેવફા નહી નીકળે.

"ઘાયલ" ને તો માત્ર લોહીમાં વફાદારી આપી લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy