STORYMIRROR

Purnendu Desai

Romance

3  

Purnendu Desai

Romance

શક્ય છે

શક્ય છે

1 min
178

જમીનથી આકાશે પહોંચવું શક્ય નથી, પણ એ નજારો, જોઈને માણી તો શકાય જ છે,

ક્ષિતિજે ભલે પહોંચી તો ન શકાય, પણ એનો લૂફત તો ઉઠાવી જ શકાય છે.


મળવું ન મળવું તકદીરની વાત છે, વિચારીને પ્રયત્ન તો કરી જ શકાય છે,

વાત અહીં શેખચલ્લી ની નથી, પણ કલ્પનાઓ ને શબ્દોમાં તો ઉતારી જ શકાય છે.


અપેક્ષાઓ હંમેશા દુઃખી કરે છે, પણ અરમાનો તો જગાવી જ શકાય છે

વાસ્તવિકતાની ધરતી પર, ઈચ્છાઓના ફૂલ તો ઉગાડી શકાય જ છે.


જેટલા નકાર તે આપ્યા બધા સ્વીકાર્યા મેં મને-કમને, એક વાત મારી પણ માની શકાય છે,

અહમ કે સિધ્ધાંતો કરતા, પ્રેમ ને વધારે મહત્વ આપી શકાય છે.


એકવાર પણ પૂછવું નથી તારે કે શું તકલીફ છે, જાણે છે બધું છતાં, આમ કેમ થાય છે ?

લાગણી હોય જેના માટે 'નિપુર્ણ' એના માટે થોડું તો બદલી જ શકાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance