STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

4  

Prahladbhai Prajapati

Inspirational

શક્તિ છે કોઈ અદ્રશ્ય જરૂર

શક્તિ છે કોઈ અદ્રશ્ય જરૂર

1 min
27.4K


શક્તિ જરૂર છે કોઈ અદ્રશ્ય જેનું નામ છે ઈશ્વર,

છે ત્યો પહોચવાના રસ્તા જુદા જુદા નેક અનેક.


દુખ વાતનું એ રખાયા ઈશ્વરને જુદા જુદા નામ દ્વારે,

નામ રૂપ ઝૂઝવે વહેંચ્યા રસ્તા જુદા જુદા નેક અનેક.


કર્મ ક્રિયામાં વહેંચી, રાખ્યા નિત્ય ક્રમની ખીંટીઓ ટાંગી,

પછી ભજે ભોપાળાં નહીતો રસ્તા જુદાજુદા નેક અનેક.


છે સત્ય એજ ઈશ્વર ને જુઠા આદર્યા છે અંચળા અહીં,

ભોગવે ભોજન ભોગીઓ નહીતો રસ્તા જુદા નેક અનેક.


પામી સજી શણગાર અહીં ક્યાં જીવ્યા હતો શામળો ?

અલ્લા ઈસુ ઈશ નામે કમાઈ નહીતો રસ્તા જુદા નેક અનેક.


પ્રશ્ન થાય છે કે વૈભવી વેશે,રહ્યા હશે ધર્મ સ્થાપકો અહીં ?

વીટમ્બણાને વાચા આપવા ઝૂર્યા છે રસ્તા જુદા નેક અનેક.


શું પછી ખુદે લખ્યા હશે આ ઉપદેશના અધ્યાયો અહીંના ?

ધર્મ ગ્રંથે સૈ નથી ઈસુ ઈશ કે પયગમ્બરની રસ્તા જુદા નેક અનેક.


વિષય ઘણો ગહન છે લખ્યા પછીના હસ્તક્ષર શોધવાનો અહીં,

ઓધળી દોટ અનુકરણે વેડફાય જિંદગી નહીતો રસ્તા નેક અનેક.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational