શિયાળાને પડકાર
શિયાળાને પડકાર
શિયાળાની ઋતુમાં વાતા એ ટાઢા પવન
કાનમાં સુસવાટા મારીને મને ટોકીશ નહી
હું તો નિકળ્યો છું ઉષ્ણ સુરજની દિશામાં
આડો આવી મારા માર્ગને તું રોકીશ નહી
મારા અડીખમ ઈરાદા તને એવું કરવા નહી દે
તે તો આખું વાતાવરણ ટાઢું કરી નાખ્યું ,
અને પાણીને પણ સાવ ટાઢું કરી નાખ્યું
પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે
મે મારી યુક્તિથી લોહિને હજુ હુંફાળું છે રાખ્યું
શાલ-સ્વેટર મારા ગરમ લોહીને ટાઢું થવા નહી દે
ગમે અટલા જોરથી તું સુસવાટા મારી લેજે
પણ હું મારા શરીર પરની શાલ ઉડવા નહી દઉં
તને કંઈક શિખવુંં હોય તો સુરજ પાસેથી શીખ
એની ચમક થકી હું શાલ કાઢીશ પણ તને આપી નહી દઉં
એની મંદ મુસ્કાન મારા શરીર પર શાલ રહેવા નહી દે
હાથ ભલે ધ્રુજી રહ્યા છે મારા આ લખતી વખતે
પણ હું મારું આ લખાણ અટકવા નહી દઉં
મારી કલમની શાહી પણ હવે હુંફાળી થઈ છે
હું તો ખડીયાની શાહીને પણ થીજવા નહી દઉં
પાસે પ્રગટાવેલો દિવો ઠંડકને નજીક આવવા નહી દે
