શિક્ષકનું જીવન
શિક્ષકનું જીવન
શિક્ષાની સોટી હાથમાં,
હૃદયથી સ્નેહનો દરિયો,
જીવતર આખું વહેચ્યું,
અખૂટ જ્ઞાનથી ભર્યો.
ગમ્મત સાથે જ્ઞાન આપી,
સંસ્કારનું કરતા સિંચન,
હરેક પ્રશ્નના ઉત્તર પહેલા,
કહેતા કે,કર મનોમંથન.
સાદગીને સંતોષી જીવન,
ને મીઠી લાગે એની વાણી,
સર્વને સરખા ગણતા એ,
એ વાત બરાબર જાણી.
મારા શિક્ષકનું આવું જીવન,
આજે હું બન્યો તો મારું ?
એના કદમે ચાલુ છું 'યાદ'
સુખ,દુઃખને હરખથી માણું.
