શિક્ષકની ફરિયાદ
શિક્ષકની ફરિયાદ
શિક્ષકો પાસે એક જ માંગ, સાંભળો બાળકોની ફરિયાદ,
દફતર થયું છે ભારેખમ, હળવું કરોને હવે તમ,
રમતો બાળક મનને ખાસ, નહીં ટોક ટોક ને નહીં માર,
ગુલાબ જેવા ઠંડા થાવ, મીઠાઈ જેવા ગળ્યા જામ,
હસતા હસતા ભણાવીને, જોડે હસતાં રમતાં જાવ,
ફૂલ પતંગિયા જેવું જીવન, તમે આપો અમને ભેટ,
ફરિયાદ અમારી સાંભળી, પૂરી કરવા કરજો ટેક,
ખુશહાલ અમારું જીવન કરવાં કરજો મોટો ઉપકાર,
ખોવાતું આ બાળપણ અમારું, કરજો તમે એની દરકાર.
