શિખામણ
શિખામણ
જીવનમાં દુઃખ આવે તો ખમી લઈએ,
અને સુખ આવે તો નવ છકી જઈએ.
કોઈને પરાયા માનીને ના છોડી દઈએ,
સહુને પરિવાર સમજી સાથે ભળીએ.
સર્વ ભારતીય બંધુઓને પ્યાર કરીએ,
આંખેથી પડતા અશ્રુ લોકોના લૂછીએ.
હસાવી અને સહુને આનંદમાં રાખીએ,
વેર ઝેરને કાયમ મનથી કાઢી નાખીએ.
આપણે માનવ છીએ ભળતાં રહીએ,
સગા હોય કે સંબંધી ખબર પૂછીએ.
મુખથી કદીપણ ના કટુ વેણ કાઢીએ,
જિહ્વાથી અમી વરશે એવું બોલીએ.
આપણે પ્રવાસી પ્રવાસ સારો ખેડીએ,
માબાપ અને ઈશ્વરને દરરોજ નમીએ.
પાપના પંથે જતા કાયમ પાછા વળીએ,
એક નજર ઉપર કરી ઈશ્વરથી ડરીએ.
માણસનો વધ નવ કરવો, માફી દઈએ,
સારા લોકોની શિખામણ મનમાં ધરીએ.
હિંમતને રાખીને આ ભવસાગર તરીએ,
ઝંઝાવાત આવે તો કદીપણ ના ડરીએ.
સામનો કરી તેનો અને આગળ વધીએ,
સાચા માણસોની વાત સાચી જાણીએ.
જુઠ્ઠા લોકોની વાતો કર્ણ પર ન લાવીએ,
બાળક સંગાથે બાળક બનીને ખેલીએ.
એકવાર થૂંકી નાખેલ ફરીથી ન ગળીએ,
લોકોને આપેલા વચન સદાય પાળીએ.
ફરી માનવ બની આવીએ ના આવીએ,
કોને ખબર છે ફરી ક્યાં ઉદરમાં રહીએ.
સારું પુણ્ય કરીને પૂણ્યનું ભાથું ભરીએ,
"પ્રવિણ" સારું જીવી એક યાદ બનીએ.
