STORYMIRROR

dhara joshi

Inspirational Others Children

4  

dhara joshi

Inspirational Others Children

શીખવાડ ને

શીખવાડ ને

1 min
310

ચાલતાં અને દોડતાં આ દુનિયા શીખવી દેશે...

પણ આ હરીફાઈમાંથી બહાર નીકળી ઊભાં રહેતાં શીખવાડ ને...


સુખમાં હસતાં તો દુનિયા શીખવી દેશે...

પણ દુઃખમાં પણ ચહેરા પર મુસ્કાન રાખતાં શીખવાડ ને...


મદદ કરનાર ને શુક્રિયા કરતાં દુનિયા શીખવી દેશે...

પણ મુસીબત ઊભી કરનાર ને શુક્રિયા પાઠવતાં શીખવાડ ને...


વખાણ ને હોંશે હોંશે આવકારતાં દુનિયા શીખવી દેશે...

પણ પોતાની ભૂલો ને જાતે સ્વીકારતાં શીખવાડ ને...


મીઠી મીઠી વાતો ને ધ્યાનથી સાંભળતાં દુનિયા શીખવી દેશે...

પણ કડવાં વેણ ને શાંત ચિત્તે સાંભળતાં શીખવાડ ને...


જીત કેવી રીતે મેળવવી એ દુનિયા શીખવી દેશે...

પણ હારી ને પણ ફરી ઊભાં થતાં શીખવાડ ને...


સવારે વહેલાં ઊઠતાં તો દુનિયા શીખવી દેશે...

પણ રાત્રીની ગાઢ નિંદ્રામાં સૂતાં શીખવાડ ને...


બીજાની ખોડ નીકળતાં તો દુનિયા શિખવી દેશે...

પણ બીજાના વ્યવહાર પરથી સારી બાબત શોધતાં શીખવાડ ને...


કોઈ નો ફાયદો ઉઠાવતાં તો દુનિયા શીખવી દેશે...

પણ સ્વાર્થ વગર કોઈ ને ઉપયોગી થતાં શીખવાડ ને...


એકબીજા પર ઈર્ષા કરતાં તો દુનિયા શીખવી દેશે...

પ્રેમભાવથી હળી-મળી ને રહેતાં શીખવાડ ને...


મમ્મી બીજું બધું જ દુનિયા સમયની સાથે શીખવી દેશે...

તું બસ તારા જેમ નિઃસ્વાર્થભાવ રાખી જીવન માણતાં શીખવાડ ને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational