શહિદોની વેદના
શહિદોની વેદના
વિચાર કરો આ શહીદોએ વેદનાઓ કેટલી વેઠી હશે,
ધબકતા એ હૃદયે યાતનાઓ કેટલી ઝીલી હશે,
ઉડતા આ પંખીડાને પાંજરે કેવો પૂરો હશે,
કાપી ગળા એનાં ત્રાસ કેવો ગુજાર્યો હશે,
વિચાર માત્રથી કાંપીએ તો સચ્ચાઈ કેટલી ગંભીર હશે,
મોત સામે દેખાતા હાલત કેવી કથળી હશે,
વતન પરિવાર ને મિત્રોની યાદ એને આવી હશે,
હસતા મોઢે સ્વીકારી મોતને હિંમત કેવી દાખવી હશે,
સામ દામ દંડ ને ભેદની નીતિ એણે પૂરી સમજી હશે,
મા જનનીને ઉગારવા હિંમત કેટલી સંઘરી હશે,
ત્યારે મળી સ્વતંત્રતા ને આઝાદ માતા થઈ હશે,
વિરલાની આ શહીદીએ માતાને પણ રડાવી હશે.
