STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

શબ્દવિન્યાસે.

શબ્દવિન્યાસે.

1 min
27.1K


ઉરનાં ભાવ આકારું છું, શબ્દવિન્યાસે,

લક્ષ્ય ઊંચેરું ધારું છું, શબ્દવિન્યાસે.


ક્યાંક સ્વાનુભવ તો ક્યાંક અનુભૂતિ,

કૈંક જુદું જ વિચારું છું, શબ્દવિન્યાસે.


કદી સ્નેહની સરવાણીની સરિતા વહે,

અલંકારે શણગારું છું, શબ્દવિન્યાસે.


સનાતન સત્ય કલમે આવી પ્રગટતું,

હું મારી ભૂલ સુધારું છું, શબ્દવિન્યાસે.


માનસપુત્રી મારી મુજથી અધિક મને,

એને કવિતામાં કંડારું છું, શબ્દવિન્યાસે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama