શબ્દોનો સાગર
શબ્દોનો સાગર
શબ્દોનો ઘુઘવતો સાગર છું,
કલમને ચલાવવાનું જાણું છું,
કલમથી શબ્દોને શણગારીને,
મધુર કવિતા હું લખી રહ્યો છું.
શબ્દોના વિશેષણો સમજુ છું,
અલંકારોને પ્રાધાન્ય આપું છું,
મનનાં ભાવ કલમમાં ઉતારીને,
મધુર કવિતા હું લખી રહ્યો છું.
શબ્દોનું રસ પાન કરી ચૂક્યો છું,
શબ્દોની મર્યાદાઓ જાળવું છું,
શબ્દોનો કલમથી જાદુ ચલાવીને,
મધુર કવિતા હું લખી રહ્યો છું.
સાહિત્યની સરવાણી વહાવું છું,
સાહિત્યના પ્રેમીઓને ડોલાવું છું,
માન-સન્માન ભલે ન મળે "મુરલી",
મધુર કવિતા હું લખી રહ્યો છું.
