શબ્દોનો બનાવ્યો મે તો મહેલ
શબ્દોનો બનાવ્યો મે તો મહેલ
મનની ધરા પર મે તો બનાવ્યો શબ્દોનો મહેલ,
આત્મકથાની ઇંટોથી મે તો કર્યું ચણતર કામ,
વિચારોના કડિયા અહી કરે છે ચણતર
દિનરાત,
સોનેટની સિમેન્ટ લીધી,
મુક્તકથી મે બનાવ્યા માળીયા,
કવિતાનું કોર્નર બનાવ્યું,
નિબંધ નવલિકા ને નવલકથા છે કડિયાના નામ,
કાફિયા ને મતલા પણ આપે સહકાર,
મારા મહેલ ને આપે સુંદર આકાર,
જામે રોજ શબ્દોની મહેફિલ,
એક સાથે મળી સૌ રોજ કરે નવું સર્જન,
ગઝલ, ખંડ કાવ્ય,ગરબી,
ભવાઈ મળવા આવે મને રોજ,
આખ્યાન, ચાબખા, છપ્પા,
સ્તવન, પ્રબંધ, રાસથી શણગાર્યો મારો
બેઠક ખંડ,
છંદ, અલંકારોથી કર્યું રંગ રોગાન મે તો,
અલ્પ વિરામ ને પૂર્ણવિરામથી સુશોભિત કરી, પૂરા મહેલની દીવાલ,
પ્રેમના ફૂલો વાવ્યા,
હેતનો હિંડોળો બાંધ્યો,
મારા મિત્રોને કાજ,
મહેલના વાસ્તુ માટે બોલાવ્યા છે મિત્રો ને ખાસ,
કૉમેન્ટની ભેટ લઈને આવશે મારા માટે ખાસ,
અલંકારોથી આકર્ષિત બનાવ્યો,
શબ્દ મહેલનો દ્વાર,
સુસ્વાગતમ લખી રાખ્યું છે,
મારા મિત્રો માટે ખાસ,
બસ મારા મહેલને નજીકથી નિહાળો એવી છે આશ,
બસ સુંદર મહેલની ચર્ચા થશે ખાસ.
