STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

શબ્દોની શક્તિ

શબ્દોની શક્તિ

1 min
148

મનના નગરમાં આજે એક બીજા સાથે અથડાયા શબ્દો,

દોસ્ત બની ગયા શબ્દો,

ગઝલ રચી ગયા શબ્દો,

દિલની વાત કહી આ શબ્દો,

કોઈના દિલ પર વાર કરી ગયા શબ્દો,


તો કોઈનાં હૈયાના તાર ઝણઝણાવી ગયા આ શબ્દો,

ક્યારેક પ્રેમ પત્રો બની ગયા આ શબ્દો,

તો ક્યારેક વિરહનું ગીત બની ગયા શબ્દો,

તો ક્યારેક મિલનની મોજ બની ગયા શબ્દો,


કંઈ કેટલુંય કહી ગયા આ શબ્દો,

ક્યારેક મનમાં ને મનમાં રહી ગયા શબ્દો,

માનસિક સંતાન જેવા શબ્દો,

આજ્ઞાંકિત સંતાન જેવા શબ્દો,


ઘા પર મલમ જેવા શબ્દો,

મહેફિલની શાન બન્યા શબ્દો,

ગઝલની જાન બન્યા આ શબ્દો,

કવિતાનો પ્રાણ બન્યા આ શબ્દો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational