શબ્દનો ભંડાર
શબ્દનો ભંડાર
શબ્દના ભંડારમાં ફૂલોના મહેકમાં,
જામી ગયો પ્રેમ કસુંબલ રંગ,
અક્ષરની કળાએ સુશોભિત ગઝલમાં,
અંકાવી દવું રંગ પ્રેમના હક,
લચકી પડે આંખડી જોવાનાં તાનમાં,
નીરખી લવું પ્રેમમધુર જંગ,
વાગી વાંસળી પ્રેમના પગરવમાં,
ઝાંખી ઝાંખી ચૂંદડીની લાજમાં,
જોડી દઉં નામ મારા અંતર આત્મમાં,
લખ્યું ભાવેશ સંગ રહે સેજલના સાથમાં.

