STORYMIRROR

Dipakbhai Makwana

Romance

4  

Dipakbhai Makwana

Romance

શબ્દમાં રંગાયો

શબ્દમાં રંગાયો

1 min
405

રંગાયો રે હું રંગાયો રચનાનાં રંગોત્સવમાં રંગાયો,

સાહિત્યનાં સપ્તરંગોમાં શબ્દ રંગમાં રંગાયો,


પેનની પિચકારી કરી રંગે રમવા આવ્યો,

કાગળ ઉપર મનના મેઘધનુષી ભાવો રંગી કાવ્યમાં રંગાયો,


શબ્દ તો હતા મારા શ્વેત રંગના,

કલ્પનાનાં રંગ મેળવી કાવ્ય રંગમાં રંગાયો,


કાળી કોયલનો ટહુકો અને પતંગિયાંનો પચરંગી રંગ વસંતમાં છવાયો,

નવરંગી ચાદર ઓઢી વગડો વસંત ગીતોમાં રંગાયો,


હોળી ગીતો લખી હૈયું હોળીમાં હરખાયું,

કેસૂડાની શાહીથી લખી "દીપ" હોળીમાં રંગાયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance