STORYMIRROR

Mulraj Kapoor

Abstract Inspirational

4  

Mulraj Kapoor

Abstract Inspirational

શાંતિ

શાંતિ

1 min
224

સુખ શાંતિ ને ઝંખતો હતો 

ઉપાય બધા કરતો રહ્યો,

શોધ લગાતાર ચાલુ રાખી,

જેમ મધને શોધે મધમાખી,


હાટ બઝાર બધા ફરી વળ્યો,

મેળે ટોળે તપાસ કરી આવ્યો,

બાગ ને બગીચા જોઈ લીધા,

અને ઘાટ ઘાટના પાણી પીધા,


વન વગડા પણ જોવાઈ ગયા,

ક્યાં એના સરનામાં ન જડ્યા,

છેવટે આત્મદર્શન કરી જોયા 

મનને ખૂણે છુપાયેલા દેખાયા,


હરણ જેમ કસ્તુરીને શોધતાં,

જીવનભર અહીંતહીં ભટકતા,

નિજ અંદર છે તે ન ઓળખતા,

તેના આવા જ હાલહવાલ થતાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract