શાંત ઝરુખે
શાંત ઝરુખે
હું અને તું આજે બેઠા શાંત ઝરુખે,
આંખોના તાર મળે છે શાંત ઝરુખે,
પવન દિલનો અથડાઇ છે ઘુમટ બની રોમેરોમમાં,
તારા વાળની લહેરાતી ઘટાદાર છાયામાં,
ગાલની ગુલાબી રોશની,
આંખોનું કાજળ હું બની જાઉં, શાંત ઝરુખે.
તળાવની લહેરોનું ગૂંજતું સુંદર સંગીત,
એમાંય, તારી આંખોની ઝૂકતી પાંપણના પલકારા,
પાંપણમાં બંધાઈ જાવ હું આજે, શાંત ઝરુખે.
માછલી આવી અને કાચબા પણ આવ્યા,
એને દાણા મેં પણ નાંખ્યા,
તારા ચહેરા પરનું સ્મિત ઘાયલ કરી ગયું મારું દિલ, શાંત ઝરુખે.
ચાલને સવારી કરી લઈએ એક નાવમાં,
હાથોમાં હાથ પરોવીને, આંખોમાં આંખ માંડીને,
તળાવ પણ છલકાઈ જાય, આજે એક નાવમાં, શાંત ઝરુખે.
જામનો પ્યાલો છલકાઈ ગયો છે તારી અદાથી,
થોડો ગુલાબી રંગ હું પણ લગાડી લઉં, શાંત ઝરુખે.
સંતાડી દઉં તને રોમે રોમ ને રગેરગમાં,
શોધી ન શકે તું ખુદને આજે આ નગરમાં, શાંત ઝરુખે.
ચહેરો મારો ભલે તું શોધે આખા નગરમાં,
પણ કદી ન ભૂલાય એ ચહેરો તને મળે, શાંત ઝરુખે.

