શાળાએ પહેલ
શાળાએ પહેલ
1 min
641
છે દફતર તૈયાર સાથે ચોપડીઓનો થોડો ભાર,
ઉત્કંઠા પણ ખરી ને સાથે અંદર ડર અપરંપાર.
દિવસોની તૈયારી, મળવાની શું નવી યારી?
પ્રશ્નો પારાવાર, નજીક આવતા શાળાએ જવાની વાત.
તે આખી રાતના વિચારો સવારે વહેલું જાગવું,
પૂજા કરી ભગવાનની માતપિતાને પગે લાગવું.
વધેલા હૃદયના ધબકારે તે વર્ગખંડમાં પહેલો પ્રવેશ,
કોની સાથે બેસવું અને કેવો રહેશે આજે વેશ.
તમામ ઉત્કંઠાઓ વચ્ચે થયા અજાણ્યા પોતાના,
તે પહેલો દિવસ શાળાનો આપી ગયો યાદોની ભરમાર.