શાળા જીવન
શાળા જીવન
પ્રાર્થના અને સફાઈ લાગે વ્હાલી
શિક્ષકોની ટકોર મને પ્યારી પ્યારી
શાળા જીવન હોય મીઠું ને મધુર,
ઘડિયાગાન કેરી જામી હોય રમઝટ
એમાં બાળગીત સાથે કરે ઝટઝટ
શાળા જીવન હોય મીઠું ને મધુર,
મિત્રોના સંગાથે હોય સ્પર્ધા મોટી
હાર કે જીતની નહીં ચિંતા ખોટી
શાળા જીવન હોય મીઠું ને મધુર,
લપસણી ને હિંચકા સાથે દોડાદોડી
ભણવાને અમારી સવારી નીકળે દોડાદોડી
શાળા જીવન હોય મીઠું ને મધુર,
પકડાપકડી રમતાં, હુતુતુતુ કરતા
પકડાઈ જવાની મજા સૌ માણતા
શાળા જીવન હોય મીઠું ને મધુર,
એકડા અમે હોંશેહોંશે બોલતા
સાહેબ પાસે વાર્તા સાંભળવા દોડતા
શાળા જીવન હોય મીઠું ને મધુર.
