શાકભાજી માર્કેટમાં
શાકભાજી માર્કેટમાં
શાકભાજી માર્કેટમાં થયો ઝઘડો
જોવાને નીકળ્યા શાકભાજી સૌ,
બટાટુ કહે સૌને હું શાકભાજી શ્રેષ્ઠ
મારી સાથે મિક્સ શાક બને અનેક,
મરચાભાઈ તરત બોલ્યા.
મારા વિના સૌ શાક અધૂરું
મારા થકી બને મસાલેદાર,
ટમેટાભાઈ ટબુક કરતાં વચ્ચે પડ્યાં
સૌ શાકમાં હું ઉપયોગી
મારા થકી જ સ્વાદ ખટમીઠો,
રીંગણભાઈ કૂદતાં કૂદતાં બોલ્યા
બધા શાકભાજી સાથે ભળું
શિયાળામાં ભરથુ મારું લાગે મીઠું.
