શા હાલ છે?
શા હાલ છે?
જાણી જોઈને અમોને છેતરી પૂછો છો
કે શા હાલ છે?
જાન જાન કરી જીવ અમારો લઈને પૂછો છો કે,
શા હાલ છે?
જીવનની રાહે અમને આમ અધવચ્ચે છોડીને
પૂછો છો કે શા હાલ છે?
દાઝયા પર ડામ આપીને આમ અમને,
વિરહે રડાવીને પૂછો છો કે શા હાલ છે?
જીવનભર સાથ નિભાવવાના ખોટા ભ્રમમાં
રાખી મુજને પૂછો છો કે શા હાલ છે?
માછલી પાણી વગર તડપી તડપીને મરે,
અમને બેવફાઈ કેરા જખ્મ આપીને
મને પૂછો છો કે શા હાલ છે?
આ વાક્ય વારંવાર કાને અથડાય,
આંખો દર્દનાં આંસુએ રડી જાય,
પ્રેમ જીવનને રંગીન બનાવે છે,
અમે રહ્યા નાદાન આ જુઠ્ઠાણાને હકીકત,
સમજી બેઠાં,મૃગજળને અમે પાણી સમજી બેઠાં
અમારી જિંદગી રંગહીન બનાવી ને,
પૂછો છો કે શા હાલ છે?
સાંભળવામાં બહુ આવે પહેલો પ્રેમ
ભૂલવો બહુ અઘરો,અમે આવા અઘરાં દાખલા,
આપીને પૂછો છો કે શા હાલ છે.