STORYMIRROR

Aniruddhsinh Zala

Fantasy Inspirational Children

3  

Aniruddhsinh Zala

Fantasy Inspirational Children

સેવક પૂજાય જગમાં - હનુમાન

સેવક પૂજાય જગમાં - હનુમાન

1 min
120

સાચી સેવાનાં ન થાય કદીય જગમાં કોઈ મોલ 

સેવક સાચો હનુમંત જુઓ પૂજાય વિશ્વમાં ચારો ઓર,


રામ ચરણોમાં નિવાસ કરીને થયા અમર કપિરાજ 

શ્રીરામ પણ સીતા સહીત કરે વખાણ એવા મહાન કાજ 

સેવક સાચો હનુમંત જુઓ પૂજાય વિશ્વમાં ચારો ઓર,


રામનામ રટણ ધન સાચું પામી પૂજાય બજરંગી સદાય 

શીખ નિ:સ્વાર્થ સેવાની આપતાં રામભક્ત સહુજનને સદાય 

સેવક સાચો હનુમંત જુઓ પૂજાય વિશ્વમાં ચારો ઓર,


કોઈ ભજે જો નામ રામનું પ્રત્યક્ષ હાજર હનુમાન 

સ્વામી રામના ભક્ત પર સદા પ્રસન્ન રહે વીર હનુમાન 

સેવક સાચો હનુમંત જુઓ પૂજાય વિશ્વમાં ચારો ઓર,


બજરંગી બળ આપજો કરજો સદાય વિપતમાં સહાય 

શીખ સાચી સેવાની ગ્રહી, 'રાજ ' નમે તમને વારંવાર,


સાચી સેવાનાં ન થાય કદીય જગમાં કોઈ મોલ 

સેવક સાચો હનુમંત જુઓ પૂજાય વિશ્વમાં ચારો ઓર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy