STORYMIRROR

Umesh Tamse 'Dhabkar'

Inspirational

4  

Umesh Tamse 'Dhabkar'

Inspirational

સધ્ધર સમજીને

સધ્ધર સમજીને

1 min
178

મળતા રહેજો માનવને ઈશ્વર સમજીને,

રહેજો એકબીજાનાં દિલમાં ઘર સમજીને. 


છોને આવે દુઃખ જીવનમાં અઢળક મિત્રો, 

જીવી લો એને સુંદર અવસર સમજીને.


સુંદર દિલને જોજો, સુંદર ચહેરાને નહિ, 

લૂંટાઈ ગ્યા સૌ ચહેરો સુંદર સમજીને.


પી લીધું'તું એણે તો જીવનનું સૌ વખ, 

તેથી પૂજે છે લોકો શંકર સમજીને. 


દિલને સાગર માફક રાખે ના જે કોઈ, 

ફેંકી દે સૌ એવાને પથ્થર સમજીને.


આમ જુઓ તો મારો કાંઈપણ વાંક નથી, 

પીડાએ ઘેરી લીધો સધ્ધર સમજીને. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational