STORYMIRROR

Vaishali Mehta

Romance

4.9  

Vaishali Mehta

Romance

સાયબો મારો

સાયબો મારો

1 min
233


પાંગર્યો છે પ્રેમ જેના બાહુપાશમાં મારો,

સ્પર્શ મુલાયમ એનો સુંવાળો,

પ્રેમાળ છે એ સાયબો મારો !


ફંટાય જો વંટોળનો મારો, 

સદાય આપે મુજને સહારો, 

ઢાલરૂપી કવચ બનીને,

અડીખમ ઊભો છે, એ સાયબો મારો !


કંટક વ્હોરી લીધા છે જેણે,

આપવા મુજને ફૂલનો બિછાનો,

અખૂટ શાલિનતાનો ખજાનો, 

લાગે વ્હાલો એ સાયબો મારો !


કેડે પાતળિયો, વાને શામળિયો, 

રોમેરોમ શિતળતાનો છાંયો,

મમ દુ:ખનો ન કોઈને આપે ઓછાયો,


ગજબની શાંતતા ને ધીરજનો ધારો

એવો અજબ છે એ સાયબો મારો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance