સાથે સાથે રહીએ
સાથે સાથે રહીએ
સાથે સાથે રહીએ ને કામ બધા ના કરીએ
ના કોઈ મોટું ના કોઈ નાનું સૌ છે સાથી સમાન,
મહેનતની આ મોસમ છે હાથમાં સૌને સાથ છે
હાથમાં પણ જીવ છે ખેતરને કરવાનું છે સજીવન,
આવી રે મહેનત મોસમ મોહકની લાવી
ચાલો ને મળીને કરીએ કામો સાથ ના સહકાર,
સાથે મળીને જો કરશું કામ
સૌનું થાશે સુંદર નામ
આવી મોસમ માયાની સાથે મળશે આરામ છાયાનો
હળવા ફૂલ થઈને કરશું કામ
પરિવારને મળશે સો સલામ.
