સાથ-સંગાથ
સાથ-સંગાથ
'સમયની આજ વાત કરું હું સરખી,
અમારી વાતો થાય એવી હરખી,
તાળી પાડીને બોલાઈ મને,
હાથ-તાળી આપીને આમ વયો ક્યાં ગયો તું!
સમય તું તો મારો જ છે જાણું છું,
છતાં ક્યારેક તું મને સારો લાગે ને ક્યારેક કડવો,
આવું કેમ?
હા, તારા નામમાં કાનો-માત્ર નથી એટલે તું જરા બેશરમ તો ખરો જ,
પણ, કાચ જેમ ચોખ્ખો પણ તું જ,
જેવા સાથે તેવાનો નિયમ તું બહુ સારું શીખવાડે છે હો!
બંધ મુઠીમાં તને હું સમાવી દઈશ,
હવે તું આવી જ ગયો છે તું હું તને વધાવી જ લઈશ.
સથવારો સમયનો સાધી જીવી જાણવું છે,
જીવન આવ્યું છે મસ્ત બસ એને માણવું છે.'
