સાતે વાર ભજી લઈએ ઈશ્વરનું નામ
સાતે વાર ભજી લઈએ ઈશ્વરનું નામ
સોમવારે સારું કંઈક કરી લઈએ,
કોઈના હૈયામાં ખુશી ભરી દઈએ,
મંગળવારે મોગરો બની મહેકી જઈએ,
કોઈનો જીવન બાગ મહેકાવી દઈએ,
બુધવારે બેરોજગાર ને રોજગારી આપી દઈએ,
જીવન એનું સુંદર બનાવી દઈએ,
ગુરુવારે પોતાના લોકો સાથે ગપશપ કરી લઈએ,
સૌના હૈયાને આનંદવિભોર કરી દઈએ,
શુક્રવારે જાતની શોધ આદરી દઈએ,
દુનિયા પર આવવાનો હેતુ જાણી લઈએ,
શનિવારે આ ભટકતાં મનને સુંદર શિખામણ આપી દઈએ,
થોડું કર્મનું ભાથું બાંધી લઈએ,
રવિવારે પ્રકૃતિના રખેવાળ બની જઈએ,
કુદરતી તત્વોની સંભાળ લઈ લઈએ,
સાતે વાર ભજી લઈએ ઈશ્વરનું નામ,
સાતે વાર ઈશ્વર થાય રાજી એવા કરી લઈએ કામ.
