સાત વારની ઓળખ !
સાત વારની ઓળખ !
તડકો લાગે, તો યે ઉઠવાનું મન ન થાય,
સૂરજને પ્રણામનો નિયમ ન સચવાય,
તો માફ કરજો આ રવિવાર છે !
નવી યોજના પાર પાડવાનું મન થાય,
હસતાં, વાતો કરતાં, દિવસ પસાર થાય,
તો સમજજો આજે સોમવાર છે !
યાદ આવે કસરત, અને તેનાં ઓથારો,
"કૈંક સરસ આજે ખાવું છે ! " વિચાર આવે,
તો સમજજો આ મંગળવાર છે !
બુદ્ધિની વાતો, ને વિદ્યાભ્યાસની વાતો,
પ્રાધાન્ય ધરાવે, નિજ તથા પર કાજે,
તો યોગ્ય જ છે, આ બુધવાર છે !
પ્રભુ સ્મરણ, કૈંક સાચું ને ખોટું,
જીવનનાં આટા -પાટા જો વ્યર્થ લાગે,
એ ગુરુ બૃહસ્પતિનો વાર છે !
સંગીત ને લેખન, મેઘધનુષી કલરવ,
મિત્રો સાથેની ગોષ્ઠીમાં દિવસ વિતે,
તો ખરેખર તે શુક્રવાર છે !
ચિંતન, મનન ને મનની નિશ્ચલતા,
ન્યાયની વાતો, જમીન-જાયદાદની વાતો,
તે આખરનો વાર શનિવાર છે !
