STORYMIRROR

Rahul Desai

Tragedy

3  

Rahul Desai

Tragedy

સાત જન્મના વચન

સાત જન્મના વચન

1 min
575

સાતે જન્મ ખુશ રાખવાનું વચન આપનારાઓને,

મેં, પળે પળે દુઃખી કરતા જોયા છે.


સાતે જન્મ તુ જ મળે એવું કહેનારાઓને

મેં, વેળા દર વેળાએ પાત્ર બદલતા જોયા છે.


સાતે જન્મ દરેક કામમાં તારો સાથ આપીશ એવું કહેનારાઓને,

મેં, આરામ ખુરસીમાં બેસીને હુકમ ચલાવતા જોયા છે.


સાતે જન્મ તારી સાથે રહીશ, એવું કહેનારાઓને,

મેં, ક્ષણે ક્ષણે જુદા થવાની ધમકી આપતા જોયા છે.


સાતે જન્મ તારા માન સમ્માન જાળવી રાખવાનું વચન આપનારાઓને,

મેં ક્ષણે ક્ષણે એજ સમ્માનના ધજાગરા ઉડાવતા જોયા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy