STORYMIRROR

Dr.Milind Tapodhan

Romance

4  

Dr.Milind Tapodhan

Romance

સારું થયું

સારું થયું

1 min
665

તેને મનાવવી કદાચ ખૂબ અઘરી પડત મને,

સારું થયું કોયલે એક ટહુકો લગાવી દીધો,


કદાચ મારા શબ્દો વર્ણવી ન શકત તેને,

સારું થયું ગઝલે અનોખો સૂર પુરાવી દીધો,


ના માનત તે કદાપિ કેટલી સુંદર છે પોતે,

સારું થયું મેં તેને આયનો બતાવી દીધો,


કદાચ આ સૃષ્ટિમાં ફરી ન શકત હું પાછો,

સારું થયું મારી પાંપણે પલકારો લગાવી દીધો,


મારા પ્રેમની સાબિતી શું આપત હું તેને,

સારું થયું આ હદયે ધબકારો ચૂકવી દીધો,


અધૂરી રહી જાત મારી વાત સંગીત વિના,

સારું થયું આ શ્વાસે સિતાર બજાવી દીધો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance