STORYMIRROR

Nardi Parekh

Tragedy

4  

Nardi Parekh

Tragedy

સારાંશ

સારાંશ

1 min
240

હું તો પાપા ની પરી,

ને વિરલાની ખાસ.

બેનીની સખી ને,

મમ્મીનો શ્વાસ.


છતાં પ્રેમીને પામવા,

હતી અંતરમાં આશ, 

કોઈના હૈયે કરશું વાસ.

પછી ના રહીશ ઉદાસ.


સ્નેહની સુગંધના લેશું શ્વાસ,

હૈયુ છલકશેનો વિશ્વાસ.

સૌના અંતરમાં ભરી મીઠાશ,

ધાર્યું એવું થઈ જાય કાશ.


તૂટ્યો નકર વિશ્વાસ,

રહેવા લાગી ઉદાસ.

થઈ તૂટેલા મહેલથી નિરાશ,

કેમ ધોવી જીવનની ખારાશ.


સાર વિનાના જીવનનો 

શોધી રહી છું સારાંશ.

ચારે કોર ફરી રહી છું,

બની જીવતી જાગતી લાશ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy