સાંજનો વરસાદ
સાંજનો વરસાદ
બુંદ બુંદ થઈ વરસે,
સાંજ નો વરસાદ,
હું પોકારું તેને,
એ સાંભળે નહિ સાદ,
કોઈ એકલ દોકલ,
માણસની જેમ,
આકાશે ઝળુંબી કરે,
ધરા સંગાથે વાદ,
ઘડીક એ ઝરમરીયો,
ઘડીક ધોધમારયું હૈયું,
વલોવી નાખે એવો,
છેડેે છે નાદ,
નથી વીજળી સંગાથે,
ને વાયુ,
આજે એકલો આવ્યો છે, ઝીલવાને દાદ,
આંખોમાં વસેલા સોણલાં મઢવાને,
મન ભરી વરસ્યો,
રહી જશે યાદ.