સાંજના
સાંજના
મોરને ઢેલ સામે મળે સાંજના;
એમની યાદ ટોળે વળે સાંજના.
રાહ જોવા છતાં કોઈ આવે જ ના;
દિલ મહીં એક દીવો બળે સાંજના.
ફ્રીજમાં સાચવ્યા'તાં મે જે આંસુઓ;
બાષ્પ થઈને હવામાં ભળે સાંજના.
ક્યાં ગમે છે અહીંથી જવું સૂર્યને
શકય છે સૂર્ય પાછો વળે સાંજના.
દાદ આ આવે દસે દસ દિશાઓમાંથી;
કોણ મારી ગઝલ સાંભળે સાંજના.