સામાજિક પ્રાણી
સામાજિક પ્રાણી
.જવાની તો જવાની છે હવે શાને ડરે છે ?
પળે પળને તો માણી છે પછી શાને મરે છે ?
કરમની છે એ સઘળી ગતિ ભલા શાને રડે છે ?
ચડે છે ચોપડે ચિત્રગુપ્તના જે પણ કરે છે ?
કરેલું કર્મ ફોગટ તો નથી ગીતા કહે છે,
ઉઠીને લાગ કામે આમ શાને તું ફરે છે ?
બની બેઠા છે સામાજિક જનાવર આજ માણસ,
જે લાગ્યું હાથ કાગળ હોય તો પણ એ ચરે છે..
'જગત'માંથી હવે શું લઇ જવાનું છે અમસ્તા,
અરે મર્યા પછી તો લાશ પણ જોને તરે છે.
