સાચું મંદિર શોધું હું તો
સાચું મંદિર શોધું હું તો
સાચું મંદિર શોધું હું તો
જ્યાં માનવતાની થાય પૂજા
ના આડંબર ના ભેદભાવ
પર કલ્યાણી હો ચારભૂજા,
હો સમર્પણ ધૂપ જ સરીખું
અંગ જલે પણ મઘમઘ હો ગંધ
હો ફૂલ સરીખો ધર્મ જ સૌનો
ખીલી ખરતાં બસ હો સુગંધ,
વિશ્વશાંતિ દે સુખ સાચું
હર હૈયે હો એ ધર્મ ઋચા
હો આદર ત્યાં શીશ ઝૂકાવું
ધર્મધર ! અહિંસા એ પૂર્ણ પૂજા.
