સાચો સંબંધ
સાચો સંબંધ
સુખમાં સૌનો સાથ આપે,
દુઃખ માં એક મેકનો હાથ આપે,
સાંધી રાખે સૌને એની સુગંધમાં એજ સાચો સંબંધ,
આફત આવે કે આવી પડે કોઈ આંધી,
પ્રેમ અને વિશ્વાસની દોરી છે બાંધી,
લાગણીઓનાં સમુદ્ર પર વિશ્વાસનો પુલ બાંધે એજ સાચો સંબંધ,
માંદગી આવે કોઈ પરિવારજનની
તો પ્રાર્થના કરે ને સાંત્વના આપે,
સંસ્કારોની સુવાસ ફેલાવતો એજ સાચો સંબંધ,
ના કોઈની ઈર્ષા કરે ના રાખે કોઈ પર દ્વેષ,
સંપીને રહો ને રાખો સૌને એજ છે સાચા સંબંધનો સંદેશ,
માં બાપ ભાઈ બહેન કે હોય પછી એ મિત્રો,
સંબંધ તો ઘણા છે જગમાં,
સમજણ અને સંસ્કારોથી સાંધી રાખે,
એજ છે સાચો સંબંધ.