Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kaushik Dave

Drama Fantasy Others

4  

Kaushik Dave

Drama Fantasy Others

સાચો રંગ

સાચો રંગ

1 min
341


ના માનો કે રંગ પણ બેશર્મ હોય છે

રંગ ના પહેચાને એ અંધ હોય છે !

અંધને ખબર ના હોય કે રંગ શું છે ?

કાળા ધોળાથી વિશેષ કંઈ ના હોય છે !


સૂરજના તેજને પહેચાનો તમે

મેઘધનુષના રંગ પણ સાત હોય છે 

ભેદ ના રાખો રંગમાં દરેકનું મહત્વ હોય છે

કાળા ધોળાથી કંઈક વિશેષ હોય છે,


જ્ઞાનના પ્રકાશ વગર તો અંધકાર હોય છે

સૂરજના ઊગવા સાથે અંધકારનો અંત હોય છે

બેશર્મ થતો જતો હોય છે માણસ આજનો

ઉપકાર પર અપકાર કરનારો હોય છે,


શું તમે પણ માનો છો કે રંગ નકામો હોય છે !

કવિની કલ્પનામાં દુનિયાનો રંગ હોય છે

કુદરત પર રાખવો ભરોસો આશા અમર હોય છે

હળીમળીને રહે માનવ એજ સાચો રંગ હોય છે.


Rate this content
Log in