સાચા પ્રેમીની કદર
સાચા પ્રેમીની કદર
મળે કોઈ સાચો પ્રેમી તો કદર એની કરજો,
એના સાચા સ્નેહને કદી ના અવગણજો.
તમને પામવાના એના અરમાન નહિં તોડજો,
તમારી સાથે જોવાતા શમણાં ના રગદોળજો.
થયેલી મુલાકાતોને દીલમાં સાચવજો,
બીજા કોઈનાં પ્રેમ માટે એને નહિં છોડજો.
પ્રેમનો વિશ્વાસ એનો કદી તૂટે નહિં જોજો,
વિશ્વાસધાત કરી એના હૈયે ડામ ના દેજો.
અરે છૂટા પડો તો શાંતિથી વાત કરજો,
પણ દગો દઈ એને ગમગીન ના કરજો.